English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ઇચ્છા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. ] पुं. ( પિંગળ ) સાત મગણ અને બે ગુરુ મળી ત્રેવીસ અક્ષરનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે વિકૃતિનો એક ભેદ છે.
૨. स्त्री. અગાઉ ભોગવેલા પદાર્થનું સ્મરણ.
૩. [ સં. ઇષ્ ( ઇચ્છવું ) ] स्त्री. અભિલાષા; આકાંક્ષા; વાંછના. કામ, અભિલાષ, રાગ, સંકલ્પ, કારુણ્ય, વૈરાગ્ય, ભાવ ઇચ્છાના ભેદ છે. વેદાંત અને સાંખ્યમાં ઇચ્છા મનનો ધર્મ ગણાય છે, પણ ન્યાય અને વૈશેષિકમાં તે આત્માનો ધર્મ અગર વ્યાપાર મનાય છે.
૪. स्त्री. ( જૈન ) અંધારિયાની રાત્રિ.
૫. स्त्री. ઇચ્છા, અનિચ્છા અને પરેચ્છા એ ત્રણમાંનુ એક પ્રારબ્ધ કર્મ.
૬. स्त्री. ઉમેદ; આશા; મનોરથ; મુરાદ.
૭. स्त्री. ( ગણિત ) કરેલ સિદ્ધાંત; કૃત્ય; ઉપપાદ્ય; `પ્રૉબ્લેમ`.
૮. स्त्री. કંઈ મેળવવા કે ભોગવવાની ભાવના; ચાહના; એષણા; જીજ્ઞાસા; મરજી; રુચિ; લાલસા. કોઈ વસ્તુ મેળવવાનો મનનો જુસ્સો હોય તેને ઇચ્છા કહે છે. કાંઈ પ્રાપ્ત કરવાનો તરંગ તેને મરજી કહે છે. તરંગ ક્ષણિક હોય. ઇચ્છામાં વિચાર અને વિવેકનો સમાવેશ થાય છે.
૯. स्त्री. કામના; વાસના.
૧૦. स्त्री. ( ન્યાય ) ચોવીસમાંનો એક ગુણ. ચોવીસ ગુણ. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિણામ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ;ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ.
૧૧. स्त्री. ( ગણિત ) ત્રિરાશિનાં પદ માંડવાની જૂની રીત પ્રમાણેનું ત્રીજું પદ; અત્યારની રીત પ્રમાણે ત્રિરાશિનું બીજું અને વ્યસ્ત ત્રિરાશિનું પદ; પ્રમાણ, ફલ અને ઇચ્છા એ ત્રણમાંનું ત્રીજું પદ.
૧૨. स्त्री. પખવાડિયાની પંદરમાંની અગિયારમી રાત્રિ.
૧૩. स्त्री. ભગ; નસીબ.
૧૪. स्त्री. માગ; માલની માગણી; `ડીમાંડ`.
૧૫. स्त्री. લોભ; ઉત્કંઠ; તૃષ્ણા; ભાવ.
૧૬. स्त्री. વિનતિ; અરજ.